પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢના મજેવડીની પવિત્ર ધરા પર બિરાજમાન પરમ પૂજ્ય દાદા દેવતણખી અને આઈ શ્રી લિરલબાઈની ચેતન સમાધિના દર્શન કર્યા. પ્રદેશ અધ્યક્ષશ્રીએ આ દિવ્ય સ્થાને શીશ ઝુકાવી સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી.