પુષ્પોની સુવાસ અને વિકાસની ગાથાનો સંગમ! 🌸🇮🇳 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો ભવ્ય પ્રારંભ થયો. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત આ શૉમાં ભારતની સમૃદ્ધ વિરાસત અને આધુનિક પ્રગતિના દર્શન અગણિત ફૂલોની કલાત્મક પ્રતિકૃતિઓ દ્વારા કરવામાં આવ્યા છે. પુષ્પોની મહેંક વચ્ચે દેશની ગૌરવશાળી વિકાસયાત્રા ખરેખર મંત્રમુગ્ધ કરનારી છે. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





