નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ માટે મક્કમ ભાજપ સરકાર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં












