નશામુક્ત ભારત માટે યુવાનો લગાવશે દોડ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિતે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાતમાં અને દેશભરમાં યોજાનાર ‘NaMo Yuva Run – નશામુક્ત ભારત માટે’ મેરેથોન સંદર્ભે આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ જાણીતા ક્રિકેટર પાર્થિવભાઈ પટેલે ટી શર્ટ અને રજીસ્ટ્રેશનની લિંક લોન્ચ કરી. આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશભાઈ દવે તેમજ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા











