ગુજરાતના પનોતા પુત્ર તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન વેરાવળમાં સંપન્ન થયું.

આ સંમેલનમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનોને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટે ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર સંબોધન કર્યું. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ ડૉ. સંજયભાઈ પરમાર, હોદ્દેદારો અને પ્રબુદ્વજનો ઉપસ્થિત રહ્યા.











