ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે આણંદ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ઉમરેઠમાં સંપન્ન થયું.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.











