આણંદના યુવાનોએ લગાવી નશામુક્ત ભારત માટે દોડ… વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે આણંદ ખાતે #NamoYuvaRun મીની મેરેથોન યોજાઈ. આ મીની મેરેથોનમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.










