આજે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે પોરબંદર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે આયોજિત ‘વંદન મહોત્સવ’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી દૈવી શક્તિના દર્શન કરાવતી ‘દૈવિક બાળ વેશભૂષા’ નિહાળી. આ અવસરે આયોજિત રકતદાન કેમ્પમાં 11,000 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ માટે 51,000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.












