આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પસંદગી પામેલા 8,000થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિયુક્તિઓમાં 6,000થી વધુ મહિલાઓનો સમાવેશ થવો એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મહિલા શક્તિની આ પ્રગતિ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈઓ આપીને વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સમાન તકો સાથે આગળ વધી રહી છે અને પોતાની પ્રતિભા, ક્ષમતા તથા નેતૃત્વથી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

- « Previous
- 1
- …
- 56
- 57
- 58







