user_1

શ્યામપ્રસાદ મુખર્જી

Line
download
syama-prasad-mukherjee-df383f91-0609-46e9-b3c0-69f70aad2a9-resize-750

ભારતીય જન સંઘના સ્થાપક

ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનસંઘની ઉત્તરાધિકારી પાર્ટી છે, જ ૧૯૭૭માં જનતા પાર્ટીમાં ભળી ગઇ હતી. ૧૯૭૯માં જનતા પાર્ટીમાં આંતરિક મતભેદના પરિણામે તેની સરકારનું પતન થતાં ૧૯૮૦માં ભાજપ અલગ પાર્ટી તરીકે રચાઇ હતી.

સંક્ષિપ્ત જીવનગાથા

ડાૅ. મુખર્જીના માતા જોગમાયા દેવીએ પોતાના પુત્રના મૃત્યુના સમાચાર જાણીે ઉદ્દગાર કાઢ્યા હતા

" હું ગૌરવ અનુભવું છે કે મેં પુત્ર ગુમાવ્યો એ ભારતમાતાએ તેનો પુત્ર ગુમાવ્યા બરાબર છે...! "

૬ઠ્ઠી જુલાઇ ૧૯૦૧ ના રોજ તેમના જન્મ પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેમના પિતા સર આસુતોષ બંગાળમાં ખ્યાતિ ધરાવતા હતા. કલકત્તા યુનિર્વિસટીમાંથી ગ્રેજયુએટ થયા પછી  તેઓ ૧૯૨૩ માં સેનેટ ફેલો બન્યા હતા. તેમના પિતાના મૃત્યુ પછી ૧૯૨૪માં તેઓ કલકત્તા હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે નોંધાયા હતા. ત્યારપછી, ૧૯૨૬માં તેઓ લિન્કન ઇન્નમાં અભ્યાસઅર્થે ઇગ્લેન્ડ ગયા હતા અને ૧૯૨૭માં બેરિસ્ટર બન્યા હતા. ૩૩ વર્ષની વયે, તેઓ વિશ્વના સૌથી યુવાનવયના  કલકત્તા યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા અને ૧૯૩૮ સુધી આ હોદ્દો સંભાળ્યો હતો. તેમના આ કાર્યકાળ દરમ્યાન સંખ્યાબંધ રચનાત્મક સુધારાઓ દાખલ થયા હતા અને તેઓ કલકત્તાની એસિયાટિક સોસાયટીના સક્રિય સભ્ય તેમજ કોર્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટીયુટ આૅફ સાયન્સ, બેંગ્લોરના પણ સભ્ય હતા તથા ઇન્ટર-યુનિર્વિસટી આૅફ બાૅર્ડના ચેરમેન હતા.

તેેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંગાળની વિધાન પરિષદમાં કલકત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કરનાર સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ  તે પછીના વર્ષમાં પરિષદનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને ચૂંટાઇ આવ્યા હતા.

૧૯૩૭-૪૧ માં ક્રૃષિક પ્રજા પાર્ટી - મુસ્લિમ લીગ ગઠબંધન સત્તા પર આવ્યું ત્યારે તેઓ વિરોધ પક્ષના નેતા હતા અને  ફૈઝ ઉલ હક ના નેતૃત્વ હેઠળની પ્રોગ્રેસિવ ગઠબંધન સરકારમાં નાણામંત્રી તરીકે જોડાયા હતા  તથા એક વર્ષની અંદર જ તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓ હિન્દુઓના પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા હતા અને ટૂંક સમયમાં જ હિન્દુ મહાસભામાં જોડાયા હતા તથા ૧૯૪૪ માં પ્રમુખ બન્યા હતા.

ગાંધીજીની હત્યા થયા પછી, તેઓ ઇચ્છતા હતા કે હિન્દુ મહાસભા માત્ર હિન્દુઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઇએ અથવા સમુદાયની સેવા માટે રાજકીય સંસ્થા બનવી જોઇએ અને આ મુદ્દે તેઓએ ૨૩ મી નવેમ્બર ૧૯૪૮ ના રોજ તેમાંથી છેડો ફાડ્યો હતો.

પંડિત નહેરુએ તેમને વચગાળાની કેન્દ્રીય સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા ખાતાના પ્રધાન તરીકે સામેલ કર્યા હતા. લિયાકત અલી ખાન સાથે દિલ્હીમાં થયેલી સંધિના મુદ્દે તેમણે ૬ ઠ્ઠી એપ્રિલ ૧૯૫૦ના રોજ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. આરએસએસના ગોવાલકર ગુરુજી સાથે સલાહ પરામર્શ પછી શ્રી મુખર્જીએ ૨૧મી ઓક્ટોબર ૧૯૫૧ ના રોજ ભારતીય જનસંઘની દિલ્હી ખાતે રચના કરી હતી અને તેઓ તેના પ્રથમ પ્રમુખ બન્યા હતા. ૧૯૫૨ ની ચૂંટણીઓમાં, ભારતીય જનસંઘે સંસદની ૩ બેઠકો જીતી હતી અને તે પૈકી શ્રી મુખર્જી એક હતા. તેમણે સંસદમાં જ નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી જેમાં ૩૨ સાંસદો અને રાજયસભાના ૧૦ સભ્યો તેના સભ્યો બન્યા હતા જો કે  અધ્યક્ષે  તેને વિરોધ પક્ષ તરીકે માન્યતા આપી ન હતી.

તેમણે પોતાનો વિરોધ સંસદની બહાર વ્યક્ત કર્યો હતો અને કાશ્મિર વિશે તેમણે અનુચ્છેદ ૩૭૦ હેઠળની ગોઠવણને ભારતના બાલ્કનાઇઝેશન તથા શેખ અબ્દુલ્લાની ત્રણ રાષ્ટ્રની થીયરી તરીકે ગણાવી હતી.  હિન્દુ મહાસભા અને રામ રાજય પરિષદની  સાથે ભારતીય જન સંઘે આ ઘાતક જોગવાઇ નાબૂદ કરવા માટે સત્યાગ્રહ આદર્યો હતો. ૧૯૫૩ માં મુખર્જી કાશ્મિર ગયા હતા અને ૧૧ મી મે ના રોજ  અટકાયતી તરીકે તેમનું અવસાન થયું હતું.

વરિષ્ઠ રાજકારણી, તેઓ તેમના મિત્રોમાં તથા દુશ્મનોમાં પણ, તેમના જ્ઞાન અને સાચાબોલાના કારણે સન્માન ધરાવતા હતા.   પ્રધાનમંડળમાં પંડિત નહેરું સિવાયના તમામ પ્રધાનોને તેમણે પોતાના પાંડિત્ય અને સંસ્કાર દ્વારા ઝાંખા પાડી દીધાં હતાં.  ભારતે સ્વતંત્રતા બાદ પ્રારંભિક કાળમાં  મહાન પુત્રને ગુમાવ્યો હતો.

Member_par

ભાજપ સભ્યપદ

Small-line

એક પાર્ટી બનો

સભ્ય

mag

મનોગત

Small-line
leaders

નેતા

Small-line

Social

સામાજિક પ્રવાહ

Small-line

Top