user_1

પંડિત દિનદયાલ ઉપાધ્યાય

Line
pandit-deen-dayal-upadhyay
vr-pandit-deendayal-upadhyay-birth-anniversaryhp-slide

પંડિત દિનદયાલ ઉપાધ્યાય ૧૯૫૩ થી ૧૯૬૮ સુધી ભારતીય જનસંઘના નેતા હતા. જાણીતા તત્ત્વચિંતક, શ્રેષ્ઠ સંગઠક અને  જેમણે નેતા તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી, તેઓ ભાજપના જન્મકાળથી આદર્શોના માર્ગદર્શક તથા નૈતિક પ્રેરણાના સ્રોત હતા. તેમના પૂર્ણ માનવતાવાદનો ગ્રંથ, સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ એમ બન્નેના ટીકાઓ આલેખે છે, જે રાજકીય કાર્યપધ્ધતિ માટે વૈકલ્પિક પવિત્ર વિચારધારા રજૂ કરે છે તથા કાયદાઓના સર્જન સાથેની રાજય પધ્ધતિ અને માનવજાતની વૈશ્વિક જરૂરિયાદો પૂરી પાડે છે.

સંક્ષિપ્તમાં જીવન ચરિત્ર્ય

પંડિત દિનદયાલ ઉપાધ્યાય ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ સોમવારે પવિત્ર વ્રજ ભૂમિના પ્રદેશમાં મથુરા જિલ્લામાં આવેલા નાંગલાચંદ્રવન ખાતે જન્મ્યા હતા. તેમના પિતા પ્રખર જયોતિષ હતા.  તેમના જન્માક્ષર જોઇને તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે એક દિવસ આ છોકરો મહાન વિદ્વાન પંંડિત અને ચિંતક, નિસ્વાર્થી કાર્યકર અને અગ્રણી રાજકીય નેતા બનશે - પરંતુ તે અવિવાહિત રહેશે.  ભાતપુર ખાતે પરિવાર પર આફત સર્જાઇ જેમાં તેમણે ૧૯૩૪ માં પોતાનો ભાઇ ગુમાવ્યો હતો. ત્યાર પછી તેઓ સિકરમાં હાઇસ્કુલમાં ભણવા ગયા. સિકરના  મહારાજાએ પંડિત ઉપાધ્યાયને ગોલ્ડ મેડલ અને ચોપડીઓ માટે રૂા.૨૫૦ આપ્યા તથા માસિક રૂા.૧૦ ની શિષ્યવૃત્તિ બાંધી આપી.

પંડિત ઉપાધ્યાયે પિલાનીમાંથી પોતાની ઇન્ટરમિડીયેટ પરીક્ષા પાસ કરી હતી અને બી.એ.માં અભ્યાસ આગળ વધારવા કાનપુર ગયા હતા અને સનાતન ધર્મ કોલેજમાં જોડાયા હતા. તેમના મિત્ર બલવંતમહાશાબદેની સૂચનાથી, તેઓ ૧૯૩૭માં આરએસએસમાં જોડાયા હતા. ૧૯૩૭માં તેઓ બી.એ. પ્રથમ વર્ગ સાથે બી.એ.થયા હતા. પંડિત ઉપાધ્યાય એમ.એ. કરવા માટે આગ્રા આવ્યા હતા.

અહીં તેમણે નાનાજી દેશમુખ અને ભાઉ જુગડેએ આરએસએસ માટે પ્રવૃત્તિ કરવા પ્રેર્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેમની પિતરાઇ બહેન રમાદેવી બિમાર પડચા તેની સારવાર માટે તેઓ આગ્રા ગયા હતા. જયાં તેનું નિધન થયું હતું. દિનદયાલને ભારે આઘાત લાગ્યા અને એમ.એ.ની પરીક્ષા આપી શક્યા નહીં. સિકરના મહારાજા અને શ્રી બિરલા તરફથી મળતી સ્કોલરશીપ બંધ થઇ ગઇ.

તેમના કાકીની સૂચનાથી સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને ધોતી તથા કુર્તો અને માથે ટોપી પહેરીને તેમણે પરીક્ષા આપી, જયારે બીજા ઉમેદવારોએ પશ્ચિમીઢબના પહેરવેશમાં ઉપસ્થિત થયા હતા. ઉમેદવારોએ તેમને મજાકમાં પંડિતજી કહ્યા હતા પરંતુ તે પછીના વર્ષોમાં લાખો લોકો તેમને પ્રેમથી પંંડિતજી તરીકે વંદન કરતા હતા. વળી આ પરીક્ષામાં તેઓ પંસદગી યાદીમાં સૌથી ટોચનું સ્થાન મેળવ્યું હતું. કાકાની પરવનગીથી તેઓ બી.ટી.ના અભ્યાસ માટે પ્રયાગ આવ્યા તથા પ્રયાગમાં તેમણે પોતાની આરએસએસની પ્રવત્તિ ચાલુ રાખી. બી.ટી. પૂર્ણ કર્યા પછી તેઓ આરએસએસમાં પૂર્ણકાલિન સેવા આપી અને ઉત્તરપ્રદેશના લખમીપુર જિલ્લામાં સંગઠક તરીકે ગયા તથા ૧૯૫૫ માં ઉત્તર પ્રદેશમાં આરએસએસના પ્રાંતિય સંગઠક બન્યા.

તેમણે લખનૌમાં રાષ્ટ્ર ધર્મ પ્રકાશન નામે પ્રકાશનગૃહ સ્થાપ્યું અને તેમણે પવિત્ર સિધ્ધાંતો માટે રાષ્ટ્ર ધર્મ નામના માસિક સામાયિક બહાર પાડ્યું. ત્યાર પછી તેમણે પંચજન્ય સાપ્તાહિક બહાર પાડ્યું અને તે પછી સ્વદેશ નામનું દૈનિક બહાર પાડ્યું.

૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી  વિરોધ કરવા માટે લોકશાહી બળોનો  એક મોરચો  રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.

પંડિત દિનદયાલજીએ ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજયમાં એકમ સ્થાપ્યું હતું. પંડિત દિનદયાલજી પ્રેરક શક્તિ હતા અને ડાૅ. મુખર્જીએ આ યોજાયેલ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં ૨૧મી ઓકટોબર ૧૯૫૧ ના રોજ પ્રમુખસ્થાન સંભાળ્યું હતું.

પંડિત દિનદયાલજીની સંગઠન કુશળથા બેનમૂન હતી. આખરે જનસંઘ માટે લાલ અક્ષરે લખવાનો દિવસ આવ્યો જયારે પક્ષના આ અપ્રતિમ નેતા ૧૯૬૮માં પ્રમુખસ્થાને બિરાજયા. આ વિશાળ જવાબદારીનેનજર સમક્ષ રાખીને દિનદયાલજી જનસંઘના સંદેશ સાથે તેઓ દક્ષિણમાં ગયા. ૧૧ મી ફેબ્રુઆરી, ૧૯૬૮ ની અંધારી રાતે દિનદયાલ ઉપાધ્યાય અચનાક મોતના મુખ્યમાં ધકેલાઇ ગયા.

Member_par

ભાજપ સભ્યપદ

Small-line

એક પાર્ટી બનો

સભ્ય

mag

મનોગત

Small-line
leaders

નેતા

Small-line

Social

સામાજિક પ્રવાહ

Small-line

Top