History_1

ઇતિહાસ

Line
inner-banner

BJP ઇતિહાસ

ભારતીય જનતા પક્ષ આજે “સંઘ પરિવાર” તરીકે ઓળખાતા સંગઠનોના પરિવારનું સૌથી અગ્રણી સભ્ય છે. આરએસએસ માટે તેના વિરોધીઓ હંમેશા “કોમવાદી” અને “પ્રત્યાઘાતવાદી” અને બીજા ઘણા શબ્દો વાપરે છે. સ્વયંસેવકોના સંઘે પોતાની આવી ટીકાની કદી પરવા કરી નથી અને તેને ફગાવી દીધી છે. તેમને એ વાતમાં કોઈ શંકા નથી કે વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્ય મારફત સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શક્તિ સાથે સંકળાયેલું છે. અને આજે આ સંગઠન એક વિશાળ છલાંગ લગાવવાની તૈયારીમાં છે. લાંબા સમયથી તેના વિરોધીઓ રહેલા લોકો પણ હવે કહે છે કે ભાજપને હવે “કોઈ રોકી શકે તેમ નથી”. આ રાષ્ટ્રીય મહાકાવ્ય પાછળની કથા શું છે?

ઇતિહાસ એ રાષ્ટ્રોની ફિલસુફી છે. ભારતીય ઇતિહાસ વિશે સંઘ પરિવાર એકદમ સ્પષ્ટ વિચારધારા ધરાવે છે. આપણે ત્યાં એક મહાન સભ્યતા હતા જેની કિર્તી શ્રીલંકાથી લઇને જાવા અને જાપાન, તિબેટ અને મોંગોલિયાથી લઈને ચીન અને સાઈબેરિયા સુધી ફેલાયેલી હતી. તેણે હણ, શક અને ગ્રીકોના આક્રમણનો મુકાબલો કર્યો હતો, પરંતુ તુર્કોના ઇસ્લામિક આક્રમણ સામે આ સભ્યતા ઢીલી પડી હતી. જોકે 1000 વર્ષના સંઘર્ષ દરમિયાન આ રાષ્ટ્રે લોહી વહાવ્યું પરંતુ નમતું ન જોખ્યું. વિજયનગર સામ્રાજ્ય અને શિવાજી, રાણા પ્રતાપ અને ગુરુ ગોવિંદ સિંઘ અને બીજા અસંખ્ય નાયકો અને શહીદોના બહાદુરીભર્યા પ્રયાસોના કારણે આ સભ્યતા ટકી રહી છે.

તાજેતરના યુગમાં આ મશાલ સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદે ધારણ કરી હતી. વર્તમાન સદીમાં આ કામ શ્રી ઓરોબિંદો, લોકમાન્ય તિળક, મહાત્મા ગાંધી અને અન્ય લોકોએ આગળ ધપાવ્યું હતું. 1925માં ડો. હેડગેવાર દ્વારા સ્થપાયેલા અને 1940 પછી શ્રી ગુરુજી દ્વારા સંગઠીત બનેલું આરએસએસ આ બહાદુરીપૂર્વકના ઐતિહાસિક વારસાનું વારસદાર છે. તેમને ભારતીય મુસ્લિમો સામે કોઈ વાંધો નથી કારણ કે તેમને મુસ્લિમ આક્રમણકારીઓથી અલગ ગણવામાં આવે છે. આરએસએસની નીતિ છેઃ બધાને ન્યાય અને કોઈની ખુશામત નહીં. પરંતુ તેને એ બાબતની કોઈ શંકા નથી કે આપણે હિંદુ રાષ્ટ્ર હતા અને હિંદુ રાષ્ટ્ર છીએ. ધર્મમાં પરિવર્તન થવાથી રાષ્ટ્રીયતા બદલાઈ જતી નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

આરએસએસ ગાંઘીજીના એ વિચાર સાથે બિલકુલ સહમત છે કે “ઇશુ માટે હિંદુત્વનો એટલો જ અવકાશ છે જેટલો મોહમ્મદ, જરથુસ્તી કે મોસિસ માટે છે” અને “ભારતના મોટા ભાગના મુસલમાનો બળજબરીપૂર્વક હિંદુમાંથી મુસ્લિમ બન્યા છે તેઓ ઘણી રીતે હજુ પણ હિંદુ છે અને મુક્ત, પ્રગતીશીલ અને સમૃદ્ધ ભારતમાં તેમને પોતાના પ્રાચીન ધર્મ અને જીવનપદ્ધતિ તરફ પાછા વળવાનો કુદરતી માર્ગ મળશે.”

બ્રિટનની “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિના કારણે રાજકારણીઓની સમાધાનકારી પ્રવૃત્તિના કારણે રાષ્ટ્રે ભાગલાની પીડા સહન કરવી પડી. પરંતુ સંઘ પરિવારને એ વાતમાં કોઈ શંકા નથી કે લાંબા ગાળે આપણી પ્રાચીન સભ્યતાની એકતા, વિવિધતા અને શક્તિનો વિજય થશે. આરએસએસ તેના જન્મથી જ રાષ્ટ્રના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલ છે. 1930 અને 40ના મુશ્કેલ સમયમાં તેણે આ કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ ગાંધીજીની હત્યા અને તે રાષ્ટ્રીય કરુણાંતિકાનો સરકારે ફાયદો ઉઠાવ્યો તેના કારણે આરએસએસને આંચકો લાગ્યો હતો.

કરોડો લોકોની જેમ આરએસએસને પણ ગાંધીજીની મુસ્લિમોને ખુશ કરવાની નીતિ પસંદ ન હતી જેની શરૂઆત ખિલાફત આંદોલનથી થઈ હતી. પરંતુ મહાત્મા માટે આરએસએસને ભારે આદર હતો. ગાંધીજીએ ડિસેમ્બર 1934માં વર્ધામાં આરએસએસની શિયાળુ શિબિરની મુલાકાત લીધી હતી અને સપ્ટેમ્બર 1947માં ભંગી કોલોનીમાં દિલ્હીના આરએસએસ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે આરએસએસની ઉમદા લાગણી અને અસાધારણ શિસ્તને બિરદાવી હતી. તેઓ આરએસએસની ટીકા કરતો એક પણ શબ્દ બોલ્યા ન હતા. પરંતુ તેમની હત્યા પછી શ્રી ગુરુજી સહિત આરએસએસના 17,000 કાર્યકરો પર મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્ર ઘડવાનો આરોપ મૂકાયો હતો અને આરએસએસના કાર્યકરોએ સત્યાગ્રહ કર્યો હતો. પરંતુ આ સમયે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યએ કોઈ પણ સભામાં આ મુદ્દો ઉઠાવ્યો ન હતો. આરએસએસ માટે આ સત્યપરીક્ષા હતી અને ગોખલેએ જણાવ્યું તે પ્રમાણે સત્ય એ હતું કે રાજકારણમાં જે ઉંડે સુધી પહોંચે છે તે બધે પહોંચી વળે છે. તેથી આરએસએસ જ્યાં સુધી તેની રાજકીય પાંખ અને ધાર નહીં વિકસાવે ત્યાં સુધી તે ભ્રષ્ટ રાજકારણીઓ તેને હંમેશા નુકસાન પહોંચાડવાના હતા.

 

આ સંદર્ભમાં ગુરુજીએ 1951માં ડો. શ્યામા પ્રસાદ મુખરજીની આગેવાની હેઠળ ભારતીય જનસંઘની સ્થાપના માટે આશીર્વાદ આપ્યા હતા. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જ બીજેએસ ચાર રાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત પક્ષ પૈકી એક તરીકે ઉભરી આવ્યો હતો. ત્યાર પછી પક્ષે ક્યારેય પાછું વળીને જોયું નથી.

પ્રથમ દાયકો

પ્રથમ દાયકો સંગઠન અને નીતિના ઘડતર તથા વિચારધારાના વિકાસમાં સ્થિર વૃદ્ધિનો સમય હતો. તેણે કાશ્મીર, કચ્છ અને બેરુબરીની રાષ્ટ્રીય અખંડતાનો મુદ્દો ઉઠાવ્યો અને તેના કારણે સ્થાપક-પ્રમુખ ડો. મુખરજીએ કાશ્મીરની જેલમાં શહાદત વહોરવી પડી. તેણે બંધારણની કલમ 48 અને ગાંધીજીના એલાન “ગૌ રક્ષા એ સ્વરાજ કરતા પણ વધુ મહત્ત્વની છે” હેઠળ ગૌરક્ષાની માંગણી કરી. તેણે જમીનદારી અને જાગીરદારીનો વિરોધ કર્યો. તેણે પરમિટ-લાઈસન્સ ક્વોટા રાજનો વિરોધ કર્યો. તેણે રાષ્ટ્રીય સંરક્ષણ મજબુત બનાવવા માટે અણુશક્તિની હિમાયત કરી. 1962માં ચીન સાથેના યુદ્ધ અને 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે સંઘ પરિવારે રાષ્ટ્રીય ચેતના જગાવવાનું કામ કર્યું. આરએસએસ પરિવારને 1965માં પોલીસની ફરજ સોંપવામાં આવી હતી ત્યારે તેણે એ કામ એટલા સંતોષજનક રીતે કર્યું કે મુસ્લિમો પણ સંઘ પરિવારમાં જોડાવા લાગ્યા. શ્રી ગુરુજીને રાષ્ટ્રીય સંકલન સમિતિમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સમયે જનરલ કુલવંત સિંઘે કહ્યું હતું, “પંજાબ એ ભારતની તલવારથી સજ્જ બાજુ છે અને આરએસએસ એ પંજાબનો તલવાર સાથેનો હાથ છે.”

તમામ દેશોમાં સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા પક્ષો લાંબા સમય સુધી સત્તામાં રહે છે. તેથી કોંગ્રેસ પણ 20 વર્ષ સુધી સત્તામાં રહી. પરંતુ 1967ની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા પરની મોનોપોલી ખતમ થઈ ગઈ. પંજાબથી બંગાળ સુધી દરેક જગ્યાએ બિન-કોંગ્રેસી ગઠબંધન હતા. એક રાજકારણીએ કહ્યું તે રીતે તમે કોંગ્રેસના પ્રદેશમાં પગ મૂક્યા વગર અમૃતસરથી કલકત્તા સુધી પ્રવાસ કરી શકતા હતા.

મોટા ભાગના રાજ્યોમાં જનસંઘ અને સામ્યવાદીઓ સાથે કામ કરતા હતા. તેઓ એક સૂત્રનું પાલન કરતા હતા, “અમે સૌ ભારતમાતાના સંતાન છીએ અને અમે સૌ 20મી સદીની ઉપજ છીએ.” જોકે એકાધિકારમાં માનતી કોંગ્રેસ માટે આ અસહ્ય હતું. તેણે પોતાની વિશાળ આર્થિક શક્તિ અને રાજ્ય સરકારોને ઉથલાવવાની શક્તિનો ઉપયોગ કર્યો.

 

આમ છતાં જન સંઘે હાર ન માની. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નેતૃત્વમાં તેણે કાલિકટ ખાતે એક વિશાળ અધિવેશન યોજ્યું. અહીં તેણે તમામ ભારતીય ભાષાઓને ઉત્તેજન આપવાની ભાષા નીતિની જાહેરાત કરી જેને તમામ ભાષાના જૂથોએ ઉત્સાહભરે વધાવી લીધી હતી. અગ્રણી મલયાલી દૈનિક માતૃભૂમિએ ભાજપના અધિવેશનને “દક્ષિણમાં ગંગાના પ્રવાહ” સમાન ગણાવ્યું.

જોકે આ ઐતિહાસિક અધિવેશન બાદ થોડા જ દિવસોમાં મુગલસરાઈ રેલવે સ્ટેશન પાસે દીનદયાળજી હત્યા કરાયેલી અવસ્થામાં મળી આવ્યા. જનસંઘે વિશ્વાસ મૂકીને સીબીઆઈ તપાસની માંગણી કરી. પરંતુ સીબીઆઈએ જે રીતે તપાસમાં કંઈ ન શોધ્યું તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્રીય એજન્સી રાજકારણ પ્રેરિત હતી અને તે કદી રાજકીય અપરાધની તપાસને નહીં ઉકેલે.

 

દીનદયાળજીની હત્યા બહુ મોટો આંચકો હતી પરંતુ બીજેએસ તેને સહન કરીને આગળ વધવા જેટલું મજબૂત હતું. શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ તેણે ઉત્સાહપૂર્વક બાંગ્લાદેશની મુક્તિની ચળવળમાં ભાગ લીધો હતો. કઠોળ માટે ખેડૂતોને ઊંચા ભાવ અપાવવાના આંદોલનના કારણે દેશને ખાદ્યાન્ન ક્ષેત્રે સ્વનિર્ભરતા અને સુરક્ષા મળી. 1971માં બીજેએસના ચૂંટણી ઢંઢેરાનું નામ હતું, “ગરીબી સામે યુદ્ધ”. કોંગ્રેસે તે સૂત્ર ચોરી લીધું અને ગરીબી હટાઓનો નારો લગાવીને 1971 અને 1972ની ચૂંટણીમાં વિજય મેળવ્યો. પરંતુ ફરી એક વખત જન સંઘ રાજકારણમાં આવી મુશ્કેલીઓને સહન કરીને આગળ વધવા સક્ષમ હતું.

જેપીનો પ્રતિભાવ

એક પછી એક ચૂંટણીમાં જન સંઘે પોતાની ક્ષમતા દર્શાવી. તેણે ભ્રષ્ટાચાર અને આપખુદશાહી સામે લડતના મુદ્દે જયપ્રકાશ નારાયણ સાથે હાથ મિલાવ્યા. બિહાર અને ગુજરાતમાં જનઆંદોલનમાં બીજેએસ અગ્રેસર હતું. જન સંઘના ચૂસ્ત વિરોધીઓ માટે જેપીને જવાબ હતો, “જન સંઘ કોમવાદી હોય તો હું પણ કોમવાદી છું.” દેશભરમાં વિરોધ પક્ષો એક પછી એક ચૂંટણી જીતવા લાગતા દેશભરમાં નારો ગૂંજવા લાગ્યોઃ “સિંહાસન ખાલી કરો, કી જનતા આતી હૈ” ગભરાયેલા શ્રીમતી ગાંધીએ કટોકટીની જાહેરાત કરી, આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો અને હજારોની ધરપકડ કરી. પરંતુ સંઘ પરિવારના કારણે દેશ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ ગયો. કટોકટી વખતે કુલ કેદીઓમાં 80 ટકા સંઘના સભ્યો હતા જેમાં અટકાયતી અને સત્યાગ્રહીઓ સામેલ હતા.

શ્રીમતી ગાંધીને આશ્ચર્ય થયું હતું અને તેમણે 1975માં કોંગ્રેસના ચંદીગઢ અધિવેશનમાં સ્વીકાર્યું હતું કે, “આરએસએસને જે વિસ્તારોમાં કોઈ જાણતું ન હતું ત્યાં પણ મજબૂત પગપેસારો કર્યો છે.” લંડનના ‘ધ ઇકોનોમિસ્ટે’ (4 ડિસેમ્બર, 1970)ના અંકમાં લખ્યું કે “સંઘ પરિવારની ભૂગર્ભ પ્રવૃત્તિ વિશ્વમાં એકમાત્ર બિન-ડાબેરી ક્રાંતિકારી બળ છે.” માર્ક્સવાદી સંસદીય પક્ષના નેતા શ્રી એ કે ગોપાલને પણ સંઘ પરિવાર વિશે કહ્યું કે “તેમાં એક આદર્શ વિચાર છે જેના કારણે આવી બહાદુરી અને બલિદાન આપવા માટેની ક્ષમતા જોવા મળે છે.”

આ સફળ પ્રતિકારના કારણે શ્રીમતી ગાંધીના કોંગ્રેસ પક્ષે 1977ની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો અને જનતા પાર્ટીની સરકાર બની જેમાં બીજેએસ, બીએલડી, કોંગ્રેસ (ઓ), સમાજવાદીઓ અને સીએફડીનો સમાવેશ થતો હતો. તેમાં શ્રી વાજપેયીએ વિદેશમંત્રી તરીકે અને શ્રી એલ કે અડવાણીએ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે યાદગાર કામ કર્યું હતું. પરંતુ 30 મહિનાની અંદર જ આ સરકાર નેતાઓની વ્યક્તિગત મહત્વાકાંક્ષાના કારણે તૂટી ગઈ. જનતા પ્રયોગ દયનીય રીતે નિષ્ફળ પૂરવાર થયો હતો.

ચરણ સિંઘ સરકારના પતન પછી યોજાયેલી ચૂંટણીઓમાં વિદેશથી કરોડો રૂપિયા આવ્યા. 11 ફેબ્રુઆરી, 1980ના રોજ ધ સ્ટેટમેને લખ્યું કે વિશ્વમાં કાળા બજારમાં સામાન્ય રીતે નીચા ભાવે વેચાતો રૂપિયો હવે પ્રીમિયમ ભાવે વેચાવા લાગ્યો હતો. ચોથી જાન્યુઆરીએ રૂપિયા સામે ડોલરનો સત્તાવાર ભાવ રૂ.7.91 ચાલતો હતો જ્યારે બિનસત્તાવાર ભાવ રૂ.7.20 હતો. “ચલણના કાળા બજાર પર નજર રાખતા નિષ્ણાતોના કહેવા પ્રમાણે કેટલાક અજાણ્યા ખરીદદારો તરફથી રૂપિયાની ભારે ખરીદી થઈ રહી હતી જેમાં કેટલીક વિદેશી સરકારોનો હાથ હતો જેઓ ભારતની ચૂંટણીમાં તેમના વૈચારિક સાથીદારો અને મિત્રોને મદદ કરવા ભંડોળ આપતી હતી.” ચૂંટણી પછી ફેબ્રુઆરી, 1980ના પ્રથમ સપ્તાહમાં ભારતીય ચલણ અગાઉ કરતા પણ નીચે સરક્યો અને ડોલરનો ભાવ રૂ.8 થઈ ગયો.

વિભાજિત જનતા પાર્ટીએ જાન્યુઆરી 1980માં સત્તા ગુમાવી પરંતુ બેવડા સભ્યપદનું તેનું આત્મઘાતી અભિયાન ચાલુ રહ્યું હતું. બીજેએસ માટે આ સ્થિતિ અસહ્ય હતી. તે તેમાંથી અલગ થયું અને ભારતીય જનતા પાર્ટી તરીકે પુનર્ગઠન કર્યું. ભારતના ઇતિહાસમાં એક નવા ઉજ્જવળ દિવસનો પ્રારંભ થયો હતો.

શ્રી વાજપેયીના અધ્યક્ષપદ હેઠળ મુંબઈમાં ડિસેમ્બર 1980માં ભાજપના પ્રથમ સત્રમાં જ ભારે સફળતા મળી હતી. વિરાટ પ્રતિભાના સ્વામી શ્રી એમ સી ચાગલાએ અધિવેશનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “હું પક્ષનો સભ્ય નથી અને હું તમને પ્રતિનિધિઓ તરીકે સંબોધન કરતો નથી. છતાં હું તમને ખાતરી આપું છું કે હું તમારી સાથે વાતો કરું ત્યારે મને હું બહારની વ્યક્તિ હોઉં એવું મને નથી લાગતું. હું પ્રામાણિકતાપૂર્વક જણાવું છું કે હું તમારા પૈકી જ છું. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. હું તમારી શિસ્ત, તમારા પ્રામાણિકતા અને તમારા શિક્ષણને બિરદાવું છું. આ વિશાળ સંમેલન ઇન્દિરાને મુંબઈનો જવાબ છે. આ એકમાત્ર એવો પક્ષ છે જે ઇન્દિરાનું સ્થાન લઈ શકે છે.”

ઇન્દિરા ગાંધીના પુનરાગમન બાદ દેશે મીનાક્ષીપુરમની ઘટના અને નેલી ખાતે હત્યાકાંડ સહન કરવો પડ્યો હતો.

જોકે, દેશને સૌથી મોટું નુકસાન અકાલી દળને પરેશાન કરવા અને તેમાં વિભાજન પાડવા ભીંદરાનવાલેને ઉભો કરવામાં આવ્યો તેનાથી થયું. ભીંદરાનવાલે તે સમયે એક સાવ ઓછો જાણીતો ગ્રંથી હતો. આગ સાથે રમવાની તે ખતરનાક નીતિમાંથી દેશ હજુ બહાર આવી શક્યો નથી જેમાં છેલ્લે પંજાબના મુખ્યમંત્રી બિયંત સિંઘનો ભોગ લેવાયો હતો.

એટલી જ ખતરનાક રમત એલટીટીઈને સહાય, ઉત્તેજન, શસ્ત્રો અને નાણાકીય મદદ પૂરી પાડવાની હતી જે શ્રીલંકા જેવા મિત્ર દેશમાં વિભાજન કરાવવા માંગતું હતું. જ્યારે શ્રીમતી ગાંધીના રાજકારણી પુત્રનું કમનસીબ અને રહસ્યમય વિમાન દુર્ઘટનામાં અવસાન થયું ત્યારે તેમણે તરત પોતાના એરલાઈનના પાઈલટ પુત્રને વારસદાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

 

ભાજપે આ તમામ અયોગ્ય કરતૂતો અને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા અને પોતાનું સંગઠન મજબૂત બનાવવાનું તથા પોતાની નીતિને યોગ્ય આકાર આપવાનું ચાલુ રાખ્યું હતું. મોટા શહેરોમાં એક પછી એક નગરપાલિકાઓની ચૂંટણીઓમાં વિજય મેળવ્યો. સામાન્ય લાગણી એવી હતી કે શ્રીમતી ગાંધી 1985માં આવી રહેલી ચૂંટણી જીતવાના ન હતા. રાષ્ટ્રપતિ ઝૈલ સિંઘને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તે સ્થિતિમાં તેઓ તેમને સરકાર રચવા માટે આમંત્રણ નહીં આપે.

આ તબક્કે અમૃતસરના સુવર્ણમંદિરની પવિત્રતાનો ભંગ કરવા બદલ ગુસ્સે ભરાયેલા શીખોએ શ્રીમતી ગાંધીની હત્યા કરી હતી. ત્યાર બાદ એક મોટી કરૂણાંતિકા ઘટી હતી જેમાં હજારો શીખોની હત્યા થઈ હતી અને તેમની લગભગ રૂ.10,000 કરોડની મિલકતોનો નાશ કરાયો હતો. સરકારી વહીવટીતંત્ર દ્વારા સમગ્ર હત્યાકાંડને લીલી ઝંડી અપાઈ હતી અને રાષ્ટ્રપતિ ઝૈલ સિંઘે સ્વયં દિલ્હીમાં ભાજપના નેતાઓને ફોન કરીને તેમના શીખ સ્વજનોના જીવ બચાવવા માટે મદદ માંગી હતી. આ લોહીયાળ પ્રકરણ ચાલતું હતું ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને શ્રી રાવ ગૃહમંત્રી પદ પર હતા. દેખીતી રીતે જ નિર્દોષ શીખોની હત્યા બદલ કોઇને સજા કરવામાં ન આવી.

રાજીવનું શાસન

ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં સહાનુભૂતિના મોજાંના કારણે રાજીવ ગાંધીને વધારે મત અને બેઠકો મળી જે પંડિત નહેરુને ત્રણ સામાન્ય ચૂંટણીમાં મળેલી બેઠકો કરતા પણ વધારે હતી. તેઓ થોડા સમય માટે “પ્રિન્સ ચાર્મિંગ” જેવા લાગતા હતા જેઓ “ઉજળી છબી” ધરાવતા હતા અને “સત્તાના દલાલો”ને દૂર કરશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે દેશ ચલાવવાનું કામ ચૂંટણી જીતવા જેટલું સરળ નથી હોતું.

 

તેમણે અકાલી દળના શ્રી લોંગોવાલ સાથે એક કરાર કર્યો, પરંતુ ક્યારેય તેનો અમલ કર્યો નહીં. તેમણે આસામમાં એક કરાર કર્યા જેના કારણે લાખો બાંગ્લાદેશી ઘુસણખોરો ભારતમાં રહી ગયા. તેમણે સૌ પ્રથમ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો અને ત્યાર બાદ ચુકાદો ફગાવી દીધો. મુસ્લિમોની આટલી તરફદારી કર્યા બાદ તેમણે હિંદુઓને ખુશ કરવા માટે અયોધ્યાના ઢાંચાના તાળા ખોલવાનું કામ કર્યું હતું.

 

તેમણે સેનાને શ્રીલંકામાં લોહીયાળ ગૃહયુદ્ધમાં ધકેલી હતી. જોકે, ભાજપે બિલકુલ સમય ગુમાવ્યા વગર આગળના રાઉન્ડ માટે તૈયારી શરૂ કરી. તેણે 1984ની ચૂંટણીના પરિણામોનો અભ્યાસ કરવા અને સુધારાના પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય કાર્યકારી જૂથની રચના કરી. પક્ષે સંગઠનમાં સુધારા કર્યા. સંકલિત માનવતાના માર્ગ પર આગળ વધવાની પુનઃપ્રતિજ્ઞા લીધી. તેણે વહેલા અને સંપૂર્ણ ચૂંટણી સુધારાની માંગણી કરી. આ ઉપરાંત તેણે બાંગ્લાદેશીઓની જંગી ઘુસણખોરીની સમસ્યા તરફ ધ્યાન દોર્યું. રાજીવ ગાંધી સત્તા પર આવ્યા તેના બે વર્ષમાં જ ભાજપે તેમના પર 50 આરોપો સાથેનું આરોપનામું લગાવ્યું. ત્યાર બાદ બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું.

સત્તાધારી પક્ષ સરકારી કોન્ટ્રાક્ટમાંથી નાણાં મેળવે તે જ બહુ ખરાબ બાબત છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરીને તે સંરક્ષણ સોદામાંથી નાણાં બનાવે તે સમગ્ર દેશ માટે અસ્વીકાર્ય હતું.

1989ની ચૂંટણીમાં જનતાદળે ભાજપ સાથે બેઠકોની વહેંચણી કરી અને ભાજપ અને સામ્યવાદીઓના બાહ્ય ટેકા સાથે સરકારની રચના કરી.

 

પ્રથમ દિવસથી જ શ્રી વી પી સિંઘે નક્કી થયા પ્રમાણે ન કર્યું. ભાજપે તેમને બિનશરતી ટેકાની ખાતરી આપી હતી જે કદાચ ભૂલ હતી. રાજકારણમાં કોઈ ચીજ મફતમાં મળતી નથી. ભાજપે કદાચ સ્પષ્ટ કરવાની જરૂર હતી કે તમામ મહત્ત્વના મુદ્દે સરકારે તેમની સાથે વિચારવિમર્શ કરવો પડશે. પરંતુ શ્રી વી પી સિંઘે માત્ર ઘાવ પર નમક છાંટવાનું કામ કર્યું. ભાજપે તેમની સમક્ષ કોઈ માંગણી કરી ન હતી. પરંતુ જ્યારે પણ તેમના સહયોગીએ ભાજપને વિશ્વાસમાં લેવા માટે કોઈ સૂચન કર્યું ત્યારે તેઓ કહેતા, “મારે તેમને કંઈ આપવાનું નથી. તેમની પાસે કોઈ વિકલ્પ નથી.” રાજા સાહેબ કદાચ માનતા હતા કે ભાજપ તેમનું “બંધક મજૂર” હતો.

તે સમયે ભાજપના પ્રમુખ અડવાણીએ ટિપ્પણી કરી હતી, “શ્રી વી પી સિંઘ જૂનવાણી પ્રકારના બિનમહત્ત્વના રજવાડા જેવા છે. તેમાં માત્ર સૌજન્ય અને ષડયંત્ર છે.” તેઓ અડવાણીને કહેતા હતા કે તેઓ જાતે કાર સેવામાં જોડાશે. ત્યાર બાદ તેમણે મંદિર માટે જાહેરનામુ બહાર પાડ્યું જે કલાકોની અંદર પાછું ખેંચી લેવાયું અને શ્રી અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી.

શ્રી વી પી સિંઘે અચાનક મંડલ પંચનો અહેવાલ રજૂ કર્યો. તેમના હૃદયમાં ગરીબો પ્રત્યે હમદર્દી હતી એટલા માટે નહીં, પણ તેમને લાગતું હતું કે આ મુદ્દે તેઓ લોકસભાને વિખેરીને ચૂંટણી લાવી શકે તેમ હતા અને 350 બેઠકો મેળવીને કોઈની મદદ વગર પોતાની સરકાર રચી શકે તેમ હતા. પરંતુ આ જુગાર નિષ્ફળ રહ્યો કારણ કે ભાજપે અયોધ્યા મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે 1989માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈ રાજકીય ગણતરીથી નહીં, પણ વૈચારિક કારણોથી આ મુદ્દો રજૂ કરાયો હતો. હિંદુ-મુસ્લિમ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઐતિહાસિક ભૂલોને સુધારવી જરૂરી હતી.

રાજકીય સ્તરે ધરમૂળથી પરિવર્તન

શ્રી અડવાણીની સોમનાથથી અયોધ્યાની રથ યાત્રાએ રાજકીય સ્તરે જબ્બરજસ્ત પરિવર્તન લાવવાનું કામ કર્યું. મંડલના કારણે લોકોમાં વિભાજન પડ્યું હતું ત્યારે અયોધ્યાએ લોકોને જોડવાનું કામ કર્યું. સરકારે શ્રી અડવાણીની ધરપકડ કરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કાર સેવકો પર ગોળીબાર કર્યો તેના કારણે 1990માં હિંસા થઈ હતી. તેમણે અડવાણીને અયોધ્યા પહોંચીને સંકેતાત્મક કારસેવા કરવા દીધી હોત તો ક્યાંય બંધ કે હિંસાની ઘટના બની ન હોત.

શ્રી વી પી સિંઘે વિચાર્યું હતું કે જનતાદળ સાથે બેઠકોની વહેંચણીના કારણે ભાજપને 1989માં 89 બેઠકો મળી હતી અને તે વાત સાચી હતી. પરંતુ તેઓ ભૂલી ગયા કે જનતાદળને 143 બેઠકો મળી તેના માટે પણ ભાજપ સાથે બેઠકોની વહેંચણી જવાબદાર હતી.

તેમને હવે લાગતું હતું કે બેઠકોની વહેંચણી નહીં થાય તો ભાજપ ઘણી બેઠકો ગુમાવશે. વાસ્તવમાં ભાજપે જૂના આંકડામાં 30 બેઠકોનો ઉમેરો કર્યો અને જનતાદળની બેઠકો ઘટીને 59 થઈ ગઈ. રાજીવ ગાંધીની અચાનક હત્યા થઈ ન હોત અને તેના કારણે કોંગ્રેસને વધારે બેઠકો મળી ન હોત તો ભાજપ અને કોંગ્રેસને બંનેને લગભગ 175 બેઠકો મળે તેમ હતી. તે એક નોંધપાત્ર બાબત હતી કારણ કે આ વખતે ભાજપ એકલા હાથે ચૂંટણી લડ્યું હતું. ભારતીય રાજકારણમાં તે એકમાત્ર મજબૂત ધ્રુવ તરીકે ઉભરી આવ્યો હતો.

ભાજપનું મૂલ્યાંકન કરવામાં અન્ય પક્ષોએ ગંભીર ભૂલ કરી હતી. તેઓ ભૂલી ગયા કે ચૂંટણી વ્યવસ્થા પ્રમાણે પ્રથમ આવનાર પક્ષને નં. 2 પક્ષ પર વિશેષ ફાયદો રહે છે. પરંતુ ભાજપ નક્કર પક્ષ હોવાના કારણે પ્રતિકૂળ પવનનો હંમેશા સામનો કરી શક્યો અને દર વખતે લડત આપવા તૈયાર હતો. 1984માં ભાજપને માત્ર 2 બેઠક મળી હતી, પરંતુ મતના સંદર્ભમાં તે કોંગ્રેસ પછી બીજા ક્રમે હતો. પ્રમાણસરના પ્રતિનિધિત્વની વ્યવસ્થા હેઠળ 1984માં પણ તે 7.4 ટકા મત સાથે તેને 30-40 બેઠકો મળી હોત. તેથી 1989માં તેને 89 બેઠકો મળી તે એટલા બધા આશ્ચર્યની વાત ન હતી. જનતા દળ એક અસ્થિર સંગઠન હોવાથી ગંભીર પ્રતિકૂળતાનો સામનો કરવાની સ્થિતિમાં નથી.

રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં આ ટ્રેન્ડ પૂરવાર થયો છે. 1993ની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં જનતાનો અભિપ્રાય ઘડ્યા વગર લેવાયેલા ચૂસ્ત વહીવટી પગલાંના કારણે ભાજપના મત અને બેઠકોમાં ઘટાડો થયો હતો. ઉત્તર પ્રદેશમાં અન્ય પક્ષોએ ભાજપ વિરૂદ્ધ સાંઠગાંઠ કરતા ભાજપે બહુમતી ગુમાવવી પડી હતી, પરંતુ તેના મતનું પ્રમાણ લગભગ 30થી 34 ટકા વધ્યું હતું. રાજસ્થાનમાં આપણા મત અને બેઠકો બંનેમાં વધારો થયો હતો. દિલ્હીમાં આપણને 61.59 ટકા મત અને બે તૃતિયાંશ બહુમતી મળી હતી. આ પાંચ મોટા રાજ્યોમાં ભાજપને કોંગ્રેસ કરતા એક સો વિધાનસભા બેઠકો અને એક કરોડ મત વધારે મળ્યા હતા.

ભાજપની આગેકૂચ

1995માં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો વધારે નોંધપાત્ર હતા. આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈમાં ભાજપને માત્ર 3 બેઠક મળી હતી. પરંતુ કર્ણાટકમાં ભાજપને 40 બેઠકો મળી હતી જેથી કોંગ્રેસ ત્રીજા સ્થાને જતી રહી હતી. ગોવામાં ભાજપને 60 બેઠકોના ગૃહમાં પ્રથમ વખત 4 બેઠકો મળી હતી. ઓરિસ્સામાં ભાજપે તેની શક્તિ 3 બેઠકથી ત્રણ ગણી વધારીને 10 બેઠક કરી. બિહારમાં ભાજપે કોંગ્રેસને ત્રીજા સ્થાને ધકેલી અને સત્તાવાર વિપક્ષ તરીકે ઉપસી આવ્યો. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપે ગઠબંધન સરકારની રચના કરી છે. ગુજરાતમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતી મળી છે. આ પ્રકારના ટ્રેન્ડના કારણે ભાજપના વિરોધીઓ પણ એ સ્વીકારતા થયા છે કે ભાજપને અટકાવી શકાય તેમ નથી.

સામાન્ય માન્યતા એવી છે કે 1989માં જનતા દળ સાથે બેઠકોની વહેંચણીના કારણે ભાજપને 89 બેઠકો મળી હતી અને 1991માં અયોધ્યા મુદ્દાના કારણે 119 બેઠકો મળી હતી. વાસ્તવમાં આ માત્ર પૂરક પરિબળો હતા. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક દેખાવ કર્યો છે જ્યારે કોઇ અન્ય પક્ષ સાથે બેઠકોની વહેંચણી કરવામાં આવી ન હતી અને અયોધ્યા મુદ્દો પણ ઠરી ગયો હતો. તે દર્શાવે છે કે ભાજપ ઉત્કૃષ્ટ સંગઠન, અસરકારક નેતૃત્વ અને દેશપ્રેમી જનલક્ષી નીતિના કારણે આગળ વધી રહ્યો છે.

1991માં જ્યારે કોંગ્રેસે બહુમતી ન હોવા છતાં સરકાર રચી ત્યારે ભાજપે એકદમ જવાબદારીપૂર્વક કામ કર્યું હતું અને તેને તેની પસંદગીના સ્પીકર રાખવામાં મદદ કરી હતી અને લોકસભામાં ઉપાધ્યક્ષપદથી સંતોષ માન્યો હતો. લાઈસન્સ-પરમિટ ક્વોટા રાજનો ભાજપે વિરોધ કર્યો હોવાથી તેણે ઉદારીકરણને સૈદ્ધાંતિક ટેકો આપ્યો હતો. લાંબા સમય પછી ભારતે ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકાને માન્યતા આપી હતી જેની ભાજપ લાંબા સમયથી હિમાયત કરતો હતો. ભાજપે અનામત અંગે પણ દુરંદેશીભર્યું વલણ અપનાવ્યું હતું અને ઓબીસીને આર્થિક માપદંડના આધારે અનામત આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ તેના ચુકાદામાં ક્રિમી લેયરને માન્યતા આપી હતી.

ભાજપની રાજ્ય સરકારોએ નવી શિક્ષણ નીતિ અપનાવી છે. તેમાં પરીક્ષામાં નકલ કરવાનો કોગ્નિઝેબલ અપરાધ ગણવામાં આવ્યો છે. તેમણે વહીવટીતંત્રનું વિકેન્દ્રીકરણ કર્યું છે. અંત્યોદય દ્વારા સૌથી ગરીબ લોકોની કાળજી લેવામાં આવે છે. તેમણે ગરીબ ખેડૂતોની લોન માફ કરી છે અને ગુનાઈત તત્વો સામે આકરા પગલાં લઈ તેમને જેલમાં ધકેલ્યા છે.

કોંગ્રેસની બેવડી સોદાબાજીની નીતિ

પરંતુ તેનાથી ઘણી અગાઉ કોંગ્રેસની બેવડી સોદાબાજીની નીતિ સપાટી પર આવી હતી. જેણે જેડી, એસએસ વગેરેમાં પક્ષપલ્ટા કરાવ્યા જેથી તેને બહુમતી મળી શકે. તેણે અયોધ્યા મુદ્દે રમત રમવાનું ચાલુ રાખ્યું જેથી 6 ડિસેમ્બર, 1992ના રોજ વિવાદાસ્પદ ઢાંચાનું પતન થયું. જેમણે આ ઢાંચો તોડી નાખવાને આવકાર્યું હતું તેમણે સંઘ પરિવારને અભિનંદન આપ્યા હતા અને જેમને આ ઘટના નહોતી ગમી તેમણે પરિવારની ટીકા કરી હતી. વાસ્તવમાં પરિવારનું નેતૃત્વ નથી જાણતું કે આ કામ કોણે કર્યું હતું. અમે બધા તેને સન્માનપૂર્વક અને કાયદાની પ્રક્રિયાથી તેને હટાવવા માંગતા હતા. વાસ્તવમાં જે થયું તે અમારી યોજનાના ભાગરૂપે ન હતું. તેથી તે એક પ્રકારનું રહસ્ય છે. હવે શ્રી અર્જુન સિંઘે 1 ડિસેમ્બર, 1992ના રોજ કેબિનેટમાંથી રાજીનામું આપતી વખતે લખેલો પત્ર બહાર આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાનને એક ફેક્સ સંદેશની નકલ મોકલી છે જે અયોધ્યાથી એક સક્રિય કોંગ્રેસી કાર્યકરે તેમને મોકલ્યો હતો. તેમાં જણાવાયુ હતું, “એવા સંકેત મળ્યા છે કે પાકિસ્તાન પ્રેરિત કેટલાક એજન્ટો અયોધ્યા ચળવળમાં ઘુસ્યા છે અને વિહિપના કાર સેવકો તેમનું મિશન પૂરું નહીં કરે તો આ લોકો બાબરી મસ્જિદ તોડી પાડવાનું કામ કરશે.” વિહિપનું આવું કોઈ મિશન ન હતું. પરંતુ સવાલ એ છે કે અયોધ્યા અંગે સરકારના શ્વેતપત્રમાંથી આ ફેક્સ સંદેશ શા માટે બાકાત રાખવામાં આવ્યો હતો? દેખીતી રીતે જ પાકિસ્તાન અને તેના મિત્રોનો ઇરાદો હિંદુ-મુસ્લિમ હિંસા ફેલાવવાનો હતો જેમાં અંતે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરાવવાના હતા જેથી ભારત બદનામ થાય અને ભારતીય અર્થતંત્ર ધીમું પડે. એવા અહેવાલ મળ્યા છે કે 6 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તની કચેરીમાં ઉજવણી થઈ હતી. પરંતુ સરકારે આ ઘટનાનો ઉપયોગ ચાર રાજ્ય સરકારોની હકાલપટ્ટી કરવા, ચાર રાજ્ય વિધાનસભાઓ વિખેરી નાખવા અને ટોચના ભાજપના નેતાઓની ધરપકડ માટે કર્યો હતો.

દરમિયાન ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામે વિદેશી બેન્કો અને ભ્રષ્ટ સટોડિયાઓને શેર કૌભાંડો દ્વારા લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાની મંજૂરી મળી હતી. સરકારે આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ સ્વીકારવાનું સૌજન્ય પણ દર્શાવ્યું નથી. ઘણા ઉદ્યોગપતિઓએ હજારો કરોડોની લોન લઈને રાષ્ટ્રીયકૃત બેન્કોને તે પરત કરી નથી. બીજી તરફ નફો કરતા જાહેર ક્ષેત્રના સાહસોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે ભાવોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ભાજપે વાર્ષિક વૈકલ્પિક બજેટ દ્વારા પ્રતિભાવ આપવાનો પ્રયાસ કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે રોજગાર વધારીને અને ભાવ સ્થિર રાખીને પણ કઈ રીતે વૃદ્ધિદર હાંસલ કરી શકાય છે.

જોકે એક પછી એક મુદ્દે સરકાર વિદેશી દબાણ હેઠળ નમી રહી છે તે વધારે જોખમી છે. તેનાથી આપણું સાર્વભૌમત્વ જોખમાય છે અને સ્વતંત્રતા માટે ખતરો પેદા થાય છે. ભાજપ ઉદારીકરણની તરફેણમાં છે, પરંતુ આપણે આંતરિક સ્તરે બહુ ઓછા ઉદાર બન્યા છીએ અને બાહ્ય રીતે ઉદારીકરણ વધ્યું છે. અત્યારે પણ આપણને ખાંડની મિલ નાખવા કે પગરખાંનું કારખાનું નાખવા માટે લાઈસન્સની જરૂર પડે છે. ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર રાજ નાના ઉત્પાદકોને પરેશાન કરે છે જેઓ વાસ્તવમાં ભારતીય ઉદ્યોગનો આધાર છે. પરંતુ વિદેશીઓને ભારતમાં જંક ફુડના ઉદ્યોગમાં પણ છુટથી મંજૂરી મળે છે.

ભાજપની સ્પષ્ટ સ્થિતિ

આ મુદ્દે ભાજપની નીતિ એકદમ સ્પષ્ટ છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી પ્રગતી કરી છે જે આપણા ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને સાબિત કરી બતાવ્યું છે. તેથી વિદેશી મૂડીને માત્ર મૂડીલક્ષી હાઇ-ટેક અને માળખાકીય ક્ષેત્રોમાં પ્રવેશ મળવો જોઈએ. તે પણ એકદમ યોગ્ય અને સ્પર્ધાત્મક માર્ગે પ્રવેશવી જોઈએ. એનરોન એક સંદિગ્ધ, ખર્ચાળ અને શંકાસ્પદ સોદો હતો તેથી મહારાષ્ટ્રમાં ભાજપ-આરએસએસ સરકારે તે રદ કર્યો હતો. તેનાથી રાષ્ટ્રીય હિત જળવાયા છે અને રાષ્ટ્રીય સન્માન વધ્યું છે. અત્યારે સ્વદેશીનો જમાનો છે. સરકારને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારતની અવગણના ન થવી જોઈએ. ભારત ખડું થયું તેના કારણે સમગ્ર ત્રીજા વિશ્વને આનંદ છે.

ભાજપના વલણને અમેરિકન વ્યવસ્થાના વિચારક સેમ્યુઅલ ડી હંટિંગ્ટન જેવી વ્યક્તિએ યથાર્થ ઠરાવ્યો છે. તેમણે તેમના લેખ “ધ ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ” (ફોરેન અફેર્સ ક્વાર્ટરલી, સમર 1993)માં લખ્યું હતું, “આઇએમએફ અને અન્ય આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ મારફત પશ્ચિમ તેના આર્થિક હિતોને પ્રોત્સાહિત કરે છે અને પોતાના માટે યોગ્ય હોય તેવી નીતિઓ અન્ય દેશો પર થોપી બેસાડે છે. બિન-પશ્ચિમી દેશો માટેની કોઈ પણ મોજણીમાં આઈએમએફને નાણા મંત્રીઓ અને અન્યોનો ટેકો મળશે, પરંતુ બાકીના કોઈ પણ મુદ્દે સંપૂર્ણપણે અયોગ્ય રેટિંગ મળશે.”

આજે ભારે વિદેશી દબાણ ભારત સરકારની કાયરતા અને રાષ્ટ્રવાદી ભારતની શક્તિ બધું એક સાથે કામ કરી રહ્યા છે. વિદેશી દબાણ હેઠળ આપણો મિસાઈલ કાર્યક્રમ મર્યાદિત કરવામાં આવ્યો છે. ડરપોકપણાના કારણે ભારત સરકારે સીએનએન સાથે નુકસાનકારક કરાર કર્યા છે તેથી દેશભરમાં સાંસ્કૃતિક કચરો ઠાલવવામાં આવે છે. પરંતુ રાજ્ય સભામાં ભાજપના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ આ મુદ્દે કડક વલણ લીધું છે. તેમણે પેટન્ટ કાયદામાં સુધારાનો રાષ્ટ્ર-વિરોધી ખરડો પણ પસાર થતા અટકાવ્યો છે. તેણે એનરોન કરાર રદ કર્યો છે. ભાજપે સ્ટાર ટીવીનો ગાંધી વિરોધી અને રાષ્ટ્રવિરોધી કાર્યક્રમ અટકાવ્યો છે. તેણે સરકારને સંસદનું સત્ર વંદેમાતરમના ગાનથી શરૂ કરવા અને સમાપ્ત કરવા સહમત કરી છે. ડો. જોશીના નેતૃત્વ હેઠળ ભાજપની એકતાયાત્રામાં 1992માં પ્રજાસત્તાક દિને શ્રીનગરમાં રાષ્ટધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભાજપના કર્ણાટક એકમે હુબલીના જાહેર મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાય તેની કાળજી લીધી હતી જે મેદાનનો ઉપયોગ ઇદના દિવસોમાં નમાઝ માટે કરવામાં આવે છે.

ભાજપની ચાર સરકારોની હકાલપટ્ટી માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 356ના ઉપયોગ અંગે અચકાઈ હતી, પરંતુ તે સ્પષ્ટપણે બંધારણની કલમ 44ના અમલ માટે હિમાયત કરે છે જેમાં ભારતના તમામ નાગરિકો માટે સમાન સિવિલ કોડ માટે નિર્દેશ અપાયો છે. માત્ર એક પત્નીથી છુટા થવા કે બહુપત્નીત્વ માટે ઇસ્લામ અંગીકાર કરવાની તેણે ટીકા કરી છે. તેણે વિહિપ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આજે ભાજપ આગળ છલાંગ મારવા તૈયાર છે.

 

ગણતરીમાં માનનારાઓનું કહેવું છેકે ભાજપને બહુમતી મળે તેમ નથી. તેઓ કદાચ ભૂલી જાય છે કે ચૂંટણી એ અંગગણિત નથી. તે રસાયણશાસ્ત્ર છે. એક વખત એ સ્પષ્ટ થઈ જાયકે ભાજપ આગળ વધી રહ્યો છે ત

Member_par

ભાજપ સભ્યપદ

Small-line

એક પાર્ટી બનો
સભ્ય

mag

મનોગત

Small-line
leaders

નેતાઓ

Small-line

Social

સામાજિક પ્રવાહ

Small-line

Top