ન્યુઝ કવરેજ:

ભારતિય જનતા પાર્ટી :- એક પરિચય

૧૯૮૦માં ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો શ્રી અટલ બિહારી બાજપાઈની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો હતો. ભાજપના પુરોગામી, ભારતીય જનસંઘ ૧૯૫૦, ૬૦ અને ૭૦ ના દસકાથી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું અને તેના નેતા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા. ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી જનસંઘ શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકારનું એક અભિન્ન અંગ હતું. પોતાની સ્થાપનાના પ્રારંભથી જ, ભાજપ એક મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ હતું, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રકૃતિમાંથી પ્રેરણા લે છે.

આ પક્ષ દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલ ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતથી અત્યંત પ્રેરિત છે. ખૂબ જ થોડા સમયમાં ભાજપની ગણના ભારતના રાજકીય ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં થવા લાગી. ૧૯૮૯માં (પોતાની સ્થાપનાના ૯ વર્ષમાં), લોકસભામાં પક્ષના સભ્યોની સંખ્યા ૨ થી ૮૬ બેઠકો સુધી પહોંચી ગઈ અને ભાજપ કોંગ્રેસ વિરોધી આંદોલનના કેન્દ્રમાં હોવાના કારણે રાષ્ટ્રીય મોરચાનું નિર્માણ થયું, જેણે ૧૯૮૯-૯૦માં ભારતમાં શાસન કર્યું. આ ઉન્નતિ ૧૯૯૦ના દસકામાં ચાલુ રહી, કારણકે ભાજપે ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીઓમાં ઘણા રાજ્યોમાં પોતાની સરકારો બનાવી. ૧૯૯૧માં તે લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ બનેલ, જે પ્રમાણમાં એક યુવા પક્ષ માટે એક નોંધપાત્ર ઉપલબ્ધિ હતી. ૧૯૯૬ના ઉનાળામાં શ્રી અટલ બિહારી બાજપાઈએ સંપૂર્ણ બિન-કોંગ્રેસી પૃષ્ઠભૂમિવાળા દેશના સૌથી પહેલા વડાપ્રધાન તરીકે શપથ લીધા. ભાજપે ૧૯૯૮ અને ૧૯૯૯ની ચૂંટણીઓમાં લોકોનો જનાદેશ પ્રાપ્ત કર્યો અને શ્રી બાજપાઈજીના નેતૃત્વમાં ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી છ વર્ષ દેશમાં શાસન કર્યું. શ્રી નરેન્દ્ર મોદીએ ૧૯૮૭માં રાજકારણના મુખ્ય પ્રવાહમાં ડગ માંડ્યા અને એક વર્ષની અંદર જ તેઓ ગુજરાત ભાજપના મહામંત્રી બની ગયા. ૧૯૮૭ની ન્યાય યાત્રા અને ૧૯૮૯ની લોકશક્તિ યાત્રા પાછળ તેમની સંગઠનાત્મક શક્તિની કુશળતા હતી.

આ પ્રયાસોએ ભાજપ માટે ગુજરાતમાં પહેલાં ૧૯૯૦માં થોડા સમય માટે અને ત્યારબાદ ૧૯૯૫થી આજ સુધી સત્તામાં આવવામાં એક મોટી ભૂમિકા નિભાવી હતી. શ્રી મોદી ૧૯૯૫માં ભાજપના મહામંત્રી બન્યા અને ૧૯૯૮માં તેમને પાર્ટી સંગઠનમાં મહામંત્રી (સંગઠન) જેવા એક અત્યંત મહત્વપૂર્ણ હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૩ વર્ષ પછી, ૨૦૦૧માં પક્ષે તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી.

logo
logo
logo
logo
logo