English »  Presidentmessage »  President-message »  

President Message

૨૦૧૭ની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. દંદુભી વાગી ચૂક્યા છે ત્યારે ‘‘પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુધ્ધ એ જ કલ્યાણ’’ પરાક્રમી વીર યોધ્ધાઓ હાકલ કરે. માતૃભુમિ અર્થે રાષ્ટ્રભુમિ માટે ત્યારે સુઇ ન શકે, જાગૃત થઇ જાય એ જ સાચો કર્મવીર, એ જ સાચો ભાજપાનો પ્રતિનિધિ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ અને એમાં સૌથી મોટો રાજકીય પક્ષ એટલે ભાજપ.

ભાજપમાં કાર્યકર્તાઓનું શું સ્થાન છે એ મારે કહેવું હોય તો હું એક જ ઉદાહરણ આપું છું કે સુંદર શરીર હોય, સારામાં સારૂ હદય હોય, શક્તિશાળી મગજ હોય, કીડની – લીવર – ફેફસાં બધુ જ તંદુરસ્ત હોય પણ એ શરીરમાં જો શ્વાસ અને ઉચ્છવાસ ન હોય તો એ શરીર મડદું કહેવાય. આ બધું હોવા છતાં પણ શ્વાસ અને ઉચ્છવાસની શરીરમાં જે વ્યવસ્થા છે. એમ સૌ કાર્યકર્તાઓ એ પાર્ટીના પ્રાણ છે. આપણા આધારે પાર્ટીની વિજયપતાકા લહેરાય છે. નાનામાં નાની વ્યક્તિ સુધી જઇ એના સુખ દુઃખ જાણવા, એના આંસુ લુછવા, એની સમસ્યાને સમાધાનમાં ફેરવી સુશાસનની સ્થાપના કરવાનું કામ અમારા સૌ કાર્યકર્તાઓ દ્વારા થઇ રહ્યુ છે અને મને આનંદ છે કે, ભાજપામાં નિશ્વાર્થ, સેવાભાવી, સંનિષ્ઠ અને પોતાનો અંગત સ્વાર્થ અને મહત્વાકાંક્ષાને બાજુમાં મુકીને કેવળ માઁ ભારતીને સમર્પિત કાર્યકરો છે. ભાજપાના કાર્યકરો માટે એક વાક્ય કહેવું હોય તો એટલું જ કહીશ કે, માઁ નર્મદા માટે એવું કહેવાય છે કે, નર્મદા મૈયામાં હર કંકર શંકર છે, હર પથ્થર શાલીગ્રામ. એમ દરેક કાર્યકર પોતપોતાની રીતે ઉત્તમ છે. ‘શ્રી રામજી એવું કહેતા હતાં કે, હર વાનર હનુમાન છે.’

આપ સૌ સારી રીતે જાણો છો કે ભાજપાનું શાસન હતું તે પહેલા આપણે શાંતીથી જીવી શકતા નહોતા. વારંવાર તોફાનો અને કરફ્યું, અરાજકતા અને અંધાધુની. ન તો રોડ હતા, ન પ્રકાશ, ન પીવાના પાણી કે ન તો કોઇ શિક્ષણની સુચારૂં વ્યવસ્થા. ભણવું હોય તો જાવ ગુજરાત બહાર અને વેઠો તન, મન, ધનની આપત્તિ. આવી તમામ પ્રકારની અરાજકતા અને અંધાધુધીમાંથી એક સૂર્યનો ઉદય થયો. એ માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, જેમણે સૌ પ્રથમ સ્વર્ણિમ ગુજરાત અને ત્યાર પછી હવે સ્વર્ણિમ ભારતના નિર્માણની માત્ર કલ્પના જ નહી પરંતુ ઠોસ હકીકતો સાથે, પ્રચંડ કાર્ય સાથે, નુતન ભારતના નિર્માણનો આરંભ કરી દીધો છે. એમાં ખભેખભા મીલાવીને પડછાયાની જેમ અનુસરતાં આપણા ગુજરાતના ગૌરવસમા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહનું અમુલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઇ રહ્યુ છે તે આપણા સૌના માટે ગૌરવની વાત છે. જે ભારતની છેલ્લા વર્ષોથી અવગણના થતી હતી તે ભારત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ પુનઃવિશ્વગુરુનું પદ પામવા જઇ રહ્યુ છે.

ભારતના એક અવાજે દુનિયાભરના તમામ દેશોએ ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકારી લીધો. આપ કલ્પના કરી શકો છો કે, વૈશ્વિક સ્તરે આપણી છબી કેટલી બધી ઉભરી હશે કે ભારત જેવા દેશની વાત દુનિયાભરમાં તમામ દેશો સ્વીકારે. જે ચીન ઇચ્છા પડે ત્યારે આપણને હડપવાની અને દબાવવાની ચેષ્ટા કરતું હતું તે પણ આપણી સાથે શાંતિ અને સુલેહ માટે સંમત થાય. સર્જીકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન ચૂપ થઇ જાય, આવો વૈશ્વિક માહોલ જ્યાં જાપાનની બુલેટ ટ્રેન આપણા સૌ માટે અમદાવાદ થી મુંબઇ સુધી દોડતી થવાની હોય અને આ બધુ જ એક એવા શક્તિશાળી, ખમીરવંતા ગુજરાતની મહાવિભુતિ માનનીય .શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાનું સર્વસ્વ હોડમાં લગાવીને માત્ર માતૃભૂમિની સેવામાં કાર્યરત છે ત્યારે આપણી પણ કંઇક ફરજ બને છે. ભારત માતા માટે એવા કલ્યાણ રાજ્યની સ્થાપના થાય અને આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય આના કરતાં પણ વધારે ઉજ્વળ બને તે માટે જાગવાની આ પળ છે. તો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રની અખંડિતતા, સુરક્ષા અને કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના હાથને મજબૂત કરી ૨૦૧૭ માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવીએ.

BJP Membership

member
Become A Party
Member Join The BJP

Leader

  • Narendra Modi
  • Amit Shah
  • Vijay Rupani
  • Nitin Patel
  • Jitu Vaghani
logo